એમને એક વાર જુઓ તો ખરા
પછી ભૂલી કોઇવાર જુઓ તો ખરા
શોધતા આવે સાત અસવાર
ક્યારીમાં સવાર જુઓ તો ખરા
કહેશે તમે છો સૌથી રૂપાળા
વટ ધરાર જુઓ તો ખરા
ઘણાં મનેખ બાગ થઇ ગયા
નીરજ, ગુલઝાર જુઓ તો ખરા
નિરાભિમાન એ જ સ્વાભિમાન
જીવન સાર જુઓ તો ખરા
‘વિરલ’ દુન્યવી ઘણા જોયા
ખુમાર ખરા જુઓ તો ખરા